ગણદેવી: બીલીમોરાના રોની કેવટને હાઇકોર્ટમાંથી મોટી રાહત, ધરમપુરની યુવતીની રેપ ફરિયાદ પર સ્ટે
બીલીમોરામાં ચર્ચાનો વિષય બનેલા રોની કેવટ વિરુદ્ધની રેપ ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ધરમપુરની યુવતીએ રોની કેવટ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(2), M, 352 મુજબ તારીખ 21 ઑગસ્ટ 2025ના રોજ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. કેસ બાદ રોની કેવટે નવસારી જિલ્લાના એડવોકેટ અમિતકુમાર સોલાનો સંપર્ક કર્યો હતો. દલીલો ધ્યાન રાખી હાઇકોર્ટ માંથી સ્ટે મળ્યો છે.