વિસનગર: બાસણા ગામની સીમમાં સરકારી જમીન અને રસ્તો ખેડી નાંખતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં સર્વે નં. 432વાળી જમીનને અડીને અાવેલ બામોસણાથી દઢીયાળ જતા કાચા રસ્તા ઉપર ખરાબાની સરકારી જમીન ખેડી નાંખવા મુદ્દે થયેલ રજૂઅાત બાદ જિલ્લા કલેક્ટરના હૂકમને અાધારે રજૂઅાતકર્તા દ્વારા પિતા-પુત્ર વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે લેન્ડ ગ્રીબીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.