અડાજણ: સુરતના અમરોલીમાં રીક્ષા ચાલકે પરિણીતાને લગન્ની લાલચ આપી શારીરીક શોષણ કરી ૪.૫૦ લાખ પડાવ્યા
Adajan, Surat | Nov 1, 2025 સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના ઘર પાસે રહેતા રીક્ષા ચાલકે વોટ્સએપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગન કરવાની લાલચ આપી શારીરીક શોષણ કરી ૪.૫૦ લાખ તેમજ દાગીના પડાવી લીધા હતા. પરિણીતાએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા પણ લઈ લીધા હતા.બાદમાં પ્રેમીઍ મારઝુડ કરી ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકતા પરિણીતાની હાલત ન ઘરનીકેઘાટ નહીં રહી હતી, અંતે તેણીને પોલીસની શરણ લઈને અત્યાચારી અને દગાબાઝ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.