કેશોદ કોંગ્રેસ દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને લઈને સંગઠન મજબૂત બનાવવાના હેતુથી તાલુકા સ્તરે સીટ વાઇઝ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. કેશોદ તાલુકામાં આવતી જુનાગઢ જિલ્લા પંચાયતની તમામ સીટને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા વિશેષ લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી