પલસાણા તાલુકાના મલેકપોર ગામના રહેવાસી અખ્તરભાઈનો ટેમ્પો (નં. GJ-07-X-2737) તેમના ચાલક દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. ચાલકે આજે સવારે બારડોલી ખાતે વજન કાંટા પર ખાલી ટેમ્પોનું વજન કરાવી, નેશનલ હાઇવે નંબર ૫૩ મારફતે વેનેસા ગામ તરફ પપૈયા ભરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન મીંઢોળા પુલ નજીક પાછળથી આવેલા કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ટેમ્પોને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો રોડની બાજુના કાચા રસ્તા પરથી ઘસડાઈને ઊંડા ખાડામાં ઊંધે પટકાયો.