વલસાડ: જિલ્લા પંચાયત કોલોનીમાં સામાન ખાલી કરવા આવેલ ડમ્પર ફસાતા રસ્તો બંધ થયો
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 10:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના જિલ્લા પંચાયત કોલોનીમાં સામાન ખાલી કરવા આવેલો ડમ્પર વરસાદના કારણે થયેલા કાદવમાં ફસાઈ ગયો હતો. એક સાઇટનો ટાયર ફસાઈ જતા રોડ ઉપર ડમ્પર અટકી ગયો હતો.રોડ બંધ થઈ ગયો હતો. જેના કારણે ત્યાંથી અવરજવર કરતા લોકોએ મુશ્કેલી વેચવી પડી હતી. વલસાડ જિલ્લા પંચાયત કોલોની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં આવતા લોકોએ મુશ્કેલી વધવી પડી હતી.જો કે ફસાયેલા ડમ્પરને બહાર કાઢવામાં આવ્યો હતો.