સુરતના કતારગામ વિસ્તારમાં ઈજાગ્રસ્ત પામેલા યુવકના 9 લાખ રૂપિયાના ઘરેણા સુરક્ષિત રાખી પરિવારજનોને પરત કરાવી 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રમાણિકતા સાથે જીવન બચાવવાનો 108 સેવા નો માનવીય અભિગમ ફરી એક વખત ઉજાગર કર્યો છે. 108 સેવાના કર્મચારી જીગ્નેશભાઈ અને પાયલોટ અશોકભાઈ એ આ પ્રમાણિકતા બતાવી છે.યુવક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો.જેને પ્રથમ સારવાર આપી ઘરેણા પરિવારને પરત કર્યા હતા.