વડોદરા: કોબે જાપાન ખાતે એમએસયુની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંતરરાષ્ટ્રીય બાબતોના કાર્યાલય દ્વારા હ્યોગો યુનિવર્સિટી જાપાનના સહયોગથી કોબે જાપાન ખાતે 11 થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ઈન્ડિયા મેલા 2025માં યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું આ પ્રતિનિધિમંડળનું સંકલન ઓઆઈએ ડે.ડિરેક્ટર ડો.વનિષા નામ્બિયાર દ્વારા કરવામાં આવશે.