વાપી: વાપી તાલુકાના ડુંગરામાં ૧૫ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષીત જાહેર કરાયો
Vapi, Valsad | Sep 17, 2025 વર્ષ 2018માં 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર અનિકેત હરેન્દ્ર સિંઘને વાપીના સ્પેશિયલ જજ શ્રી એચ એન વકીલે દોષિત ઠેરવ્યો. પોક્સો એક્ટ હેઠળ અને IPC કલમ 376 હેઠળ તેને 20 વર્ષની સજા અને રૂપિયા 10 હજાર દંડ આપવામાં આવ્યો. દંડ ન ભરે તો વધારાની એક વર્ષની સજા થશે. સાથે જ પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ 10 વર્ષની કેદ અને રૂપિયા 10 હજાર દંડની સજા ફટકારાઈ છે.