જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમા કુલ 80.32 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ થરાદમાં 87.25 ટકા થયું
Palanpur City, Banas Kantha | Jun 22, 2025
બનાસકાંઠા જિલ્લામાં આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ છે.જિલ્લામાં આજે ૩૨૨ ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 80.32 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં થરાદમાં સૌથી વધુ 87.25 તો દાંતામાં સૌથી ઓછું 68.04 ટકા મતદાન થયું હતું. જોકે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.