ઉધના: સુરતના લીંબાયતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટ પ્રાથમિક અનુમાન; કોઈ જાનહાનિ નહીં
Udhna, Surat | Oct 21, 2025 સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગર, અગ્રવાલ બજારની સામેના એક ભંગારના ગોડાઉનમાં આજે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.આગ લાગવાની ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા, બે ફાયર સ્ટેશનની કુલ 5 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી.