સમી: સમી પો.સ્ટે.ના ગુનામાં ચારેક માસથી નાસતા ફરતા ગેજેટેડ આરોપીને હાઇવે ઉપર થી પકડી પાડતી સમી પોલીસ
Sami, Patan | Sep 18, 2025 રાધનપુર વિભાગના સમી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.પી.જાડેજાને સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સમી પોલીસને બાતમી હકીકત મળેલ કે સમી વિગેરે મુજબના બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનાનો આરોપી ઠાકોર વિજયભાઈ રહે. અમદાવાદ લાંબા સમયથી મળી આવતો ના હોય ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ આધારે તપાસ કરી સદરી ઇસમને ટીમ બનાવી પકડી પાડી સમી પોલીસને સોપાયો હતો.