ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાં આજરોજ ભેસ્તાન પોલીસ દ્વારા દિવાળી પર્વના લઈને જ્વેલર્સ માલિક એટીએમની ખાસ વિઝીટ કરવામાં આવી હતી.
Chorasi, Surat | Oct 14, 2025 સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ તા. 14/10/2025ના રોજ સાંજ દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારના જ્વેલર્સ અને બેંક 🏧 ખાતે વિશેષ વિઝિટ કરવામાં આવી હતી.દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓએ જ્વેલર્સ દુકાનદારોને સીસીટીવી કેમેરા સતત ચાલુ રાખવા તથા કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવાની સૂચના આપી હતી.સાથે જ દુકાનમાં કામ કરતા કર્મચારીઓના જરૂરી દસ્તાવેજો પોલીસ સ્ટેશન ખાતે જમાં કરવા ના આદેશ આપ્યા.