ધ્રાંગધ્રા: બસસ્ટેન્ડ રોડ પર ભૂગર્ભ ગટરનાં તૂટેલા ઢાંકણાં અકસ્માતનો ભય વધ્યો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે શહેરજનોમાં નારાજગી
ધ્રાંગધ્રા શહેરના બસસ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનાં ઢાંકણાં તૂટી જતાં વાહનચાલકો તેમજ પગપાળા મુસાફરો માટે અકસ્માતનો ભય સર્જાયો છે લાંબા સમયથી નાગરિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર બંને તરફથી યોગ્ય કાર્યવાહી થતી ન દેખાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.