રાજકોટ: સંત કબીર રોડ પર એક ઇમારતમાં ભીષણ આગ,ફાયર કાફલો ઘટનાસ્થળે સદનસીબે જાનહાની અટકી, આગ લાગવાના કારણ વિશે પોલીસ તપાસ શરૂ
આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શહેરના સંત કબીર રોડ પર એક ઇમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટનાસ્થળ પર પહોંચી આગ લાગવાના કારણ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.