શુક્રવારે સમી સાંજે સહારા દરવાજા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા.જેના કારણે ભારે ટ્રાફિક જામ ની સમસ્યા ઊભી થઈ હતી.બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.જ્યાં પાલિકા દ્વારા તાત્કાલિક ત્રણ જેટલા પંપ લગાડી પાણી નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.બીજી તરફ ભારે ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહાર હળવું કરવામાં આવ્યું હતું.