વડોદરા પૂર્વ: પાસ ના પૈસા રિફંડ લેવા ખેલૈયાઓની પડાપડી: યુનાઈટેડ વે ના આયોજકોની કફોડી સ્થિતિ
ગઈ કાલે પહેલા નોરતે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ને કડવો અનુભવ થયો હતો.ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ જ્યારે ગરબે ઘૂમવા ગયા ત્યારે ગરબા ગ્રાઉન્ડ માં કીચડ નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.ત્યારે આયોજકોએ ખેલૈયાઓ નો રોષ જોતા પાસના પૈસા રિફંડ આપવાની દર્શાવી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષો થી ખેલૈયાઓ યુનાઈટેડ વે ના ગરબા ના આયોજકો થી નારાજ છે ત્યારે આ વર્ષે તો ખેલૈયાઓ એ પૈસા રિફંડ મેળવવા રીતસરની પડાપડી કરી હતી.