વઢવાણ: જવાહર ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભમાં ચાલુ રમતે એસઆરપી પોલીસ કર્મી બેભાન થઈ ઢળી પડતા મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનું ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર એસઆરપી માં ફરજ બજાવતા પોલીસ કર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવોએ પણ ભાગ લીધો હતો. અને તેઓ ટેનિસની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને રમત રમતા હતા ત્યારે અચાનક ઢઢી પડતા તેઓને 108 મારફતે સુરેન્દ્રનગર શિવશાહ મેડિકલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાજર ડોક્ટર દ્વારા તેઓને મૂર્ત જાહેર કરવામાં આવ્યા હતા