થાઈલેન્ડથી સ્મગલિંગ થઈને જૂનાગઢ આવેલો ૧.૧૦ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે જૂનાગઢ અને વિસાવદરના ચાર શખ્સોની ધરપકડ બાદ આજે પોલીસે ચારેયને ૧૦ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, અને અન્ય ત્રણ આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ શરૂ કરી છે.