સુરત શહેરના જહાંગીરપુરામાં રહેતા યુવકને સોશિયલ મીડિયા મારફતે એક ઠગ બાજ ઈસમ ભેટી ગયો હતો. જેમણે જયોતિષી શાસ્ત્રની એડવર્ટાઇઝ મૂકી યુવકને અલગ અલગ પૂજા વિધિના બહાને તેમની પાસેથી પૈસા લઈ અને જો રૂપિયા નહીં આપે તો તેની પ્રેમિકા મરી જશે તેવી ધમકી આપી ૭૯ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા ૭૯,૫૭૦ ની છેતરપિંડી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.