સંજેલી: સંજેલી તાલુકાના કોટા ગામે નવીન આંગણવાડીના મકાનનુ બાંધકામનું ખાતમુર્હુત કરાયું
Sanjeli, Dahod | Sep 25, 2025 આજે તારીખ 25/09/2025 ગુરુવારના રોજ બપોરે 2 કલાકે સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામે આંગણવાડી નવીન મકાનનું બાંધકામ માટે સરપંચ પંકજભાઈ બારીયાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું. જેમાં સંજેલી તાલુકા સંકલિત બાળવિકાસ શાખાના C.D.P.O.,ICDS શાખાના સુપરવાઈઝર, ગોવિંદતળાઈ સરપંચ રમેશભાઈ બારીઆ, નિવૃત આચાર્ય અંબારામ ખાંટ,આંગણવાડી વર્કર ઉષાબેન બામણીયા, તેડાઘર મનીષાબેન બારીઆ, મનસુખભાઈ ભગત,બાંધકામના કોન્ટ્રાકર તેમજ ગામના આગેવાનો,વડીલો,પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા.