શહેર પોલીસ વિભાગ ના અધિકારીઓએ અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બુધવારે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.પો.કમી.અનુપમ સિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સહપરિવાર જોડે પતંગ ઉડાવવાની મજા અને આનંદ માણ્યો હતો.ઉપરાંત અલગ અલગ પતંગો જોડે પેચ લડાવી ઉત્સાહભેર રીતે ઉજવણી કરી હતી.જ્યાં પો.કમી.એ પણ ગુનાખોરી કરતા તત્વોને સુધરી જવાની સલાહ આપી સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.