સિધ્ધપુર: સિદ્ધપુર પોલીસે બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ સંગઠન સચિવ અને નગરપાલિકાના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Sidhpur, Patan | Sep 15, 2025 સિદ્ધપુર પોલીસે બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ સંગઠન સચિવ અને નગરપાલિકાના કોર્પોરેટર અનિલ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમણે મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષા પહેલા સિદ્ધપુર તાલુકા ગ્રુપમાં નેશનલ હાઈવે નંબર 8 બ્લોક થયાનો જૂનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં હાઈવે બ્લોક થયાનું જણાવ્યું હતું. આ હાઈવે પર 108 અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ ચાલે છે.માતૃગયાના શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે.પોલીસે કડક કાર્યવાહી કરી છે.