મસ્કા ગામે આવેલ MCA બચુભાઈ રાંભીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (ક્રિકેટ ગ્રાઉન્ડ) ખાતે મહારાષ્ટ્રના પૂર્વ DGP તથા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર શ્રી ડી. શીવાનંદજી એ શુભેરછા મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે મસ્કા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લઈ વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ DGP તથા મુંબઈના પોલીસ કમિશનર તરીકે સેવા આપનાર શ્રી ડી. શીવાનંદજીના જીવનચરિત્ર પર અનેક ફિલ્મો બની ચૂકી છે.