કામરેજ: બાપા સીતારામ ચોક ખાતે રસ્તા પરથી દબાણો દૂર કરવામાં આવ્યા.
Kamrej, Surat | Sep 20, 2025 સુરત જિલ્લાના કામરેજ ગામમાં બાપા સીતારામ ચોક પાસે નવનિર્મિત થનારા RCC રોડની કામગીરીમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર બાંધકામો, વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સહિત ધાર્મિક સ્થળોને પણ ખસેડવામાં આવ્યા હતા.