ઓલપાડ: ઓલપાડ ચાર રસ્તા નજીક આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા.
Olpad, Surat | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે ઓલપાડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દાખલ દર્દીઓની તબિયત અંગે જાણકારી મેળવી હતી.આ મેડિકલ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસ, તબીબી સલાહ અને જરૂરી સારવારનો લાભ લીધો હતો.