વડાલી: શહેરના અશરફી મસ્જિદ થી ભવ્ય ઝુલુસ કાઢી ઈદ એ મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી.
વડાલી માં આજે ઈદે મીલાદ પર્વ ને લઈ ઝુલુસ નીકળ્યું જે વડાલી કસ્બા થઈ અશરફી મસ્જિદ આજે 12 વાગે પરત ફર્યું હતું. મુસ્લિમ ભાઈઓએ વડાલી પોલીસ નું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ જુલૂસ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નાત શરીફ સાથે યા મર હબા યા મુસ્તુફા ની નાત શરીફ પઢતા યુવાનો નઝરે પડતાં હતા જ્યારે વડાલી કસ્બા , ધરોઈ રોડ સહિત યુવાનો દ્વારા ચોક લેટ, પાણી ની બોટલ, સરબત સહિત નું વિતરણ કર્યું હતું.