ભરૂચ શહેરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘પતંગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રાર્થના વિદ્યાલય ખાતે યોજાયો હતો.આ પતંગોત્સવ કાર્યક્રમ દ્વારા રક્તદાન, દેહદાન, યકૃતદાન અને અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. જિગ્નેશ પટેલ તથા ડૉ.આત્મી ડેલિવાલાએ હાજરી આપી હતી.આ પ્રસંગે યોગેશભાઈ જોષી, જુલેશભાઈ મહેતા, પારસભાઈ શાહ સહિત હાજર રહ્યા હતા.