રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરેલી પહેલના પગલે શહેર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પર વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.શનિવારે શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં ઉત્રાણ પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યાં પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટેનો આ પ્રયાસ હાથ ધરાયો હતો.જીવન અમૂલ્ય છે તેવો સંદેશ પાઠવ્યો હતો.