જિલ્લાના વિવિધ ગરબા સ્થળો પર જિલ્લા પોલીસની શી ટીમ તૈનાત કરાઈ
Botad City, Botad | Sep 28, 2025
બોટાદ જિલ્લામાં નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ ગામો અને શહેર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તને કડક કરવામા આવ્યો છે જેમાં બોટાદ પોલીસની સી ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગરબા સ્થળો પર પોતાની નજર રાખવામાં આવી હતી