ગોગો પેપરના નિર્ણયને લઇ હાઇકોર્ટમાં પડકાર.ગોગો પેપર સહિતની કેટલીક વસ્તુઓના વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન સામે અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નોટિફિકેશનની કાનૂની સત્તા, પ્રક્રિયા અને સ્પષ્ટતા અંગે ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા..