જાટાવાડા રહેતા અરવિંદભાઈ ભવનભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગામમાં આવેલી ચાયની દુકાન પર બેઠો હતો. ત્યારે છ મહિના અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી આરોપી રામભાઈ વજાભાઈ પરમાર (રહે. જાટાવાડા)એ કારમાં આવી લાકડી વડે ફરિયાદી પર હુમલો કરી ફરિયાદીને શરીરે અને માથાનાં ભાગે લાકડી વડે માર મારતા ફરિયાદીને શરીરે ઈજાઓ થઈ હતી. જેથી બાલાસર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.