મુળી: ભવાનીગઢ ગામે નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો દ્વારા બીમાર ગૌમાતાની સારવાર કરી
મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા 10 દિવસથી બીમાર અવસ્થામાં મુક્તવિહરતા ગૌમાતા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકર્તાઓ દ્વારા સારવારનું કાર્ય હાથ ધરાયું હતું. જેમાં ગૌમાતાની તાત્કાલિક સારવાર માટે જરૂરી ઔષધિ, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આબોલ જીવનું સેવાકીય કાર્ય હાથ ધર્યું હતું.