વડાલી: શહેર પાસે ના વડાલીકંપા નજીક કાર ચાલક ને અકસ્માત નડ્યો.
વડાલી-ધરોઈ માર્ગ પર એક કાર ચાલકને ગઈકાલે સાંજના 5 વાગ્યા ના સુમારે અકસ્માત નડ્યો હતો. જેમાં વડાલી તાલુકાના કંજેલી ગામના ભાવેશભાઈ પટેલ જેઓ પોતાની GJ 27 BL 5950 નંબરની બ્રેઝા કાર લઈ ને વડાલી થી કંજેલી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વડાલી કંપા નજીક બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ ની બાજુના ખાડામાં ખાબકી હતી.કોઈ જાન હાનિ નહિ.