આજે તારીખ 16/12/2025 મંગળવારના રોજ સાંજે 8 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરમાં સનાતન હિન્દુ ધર્મની ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે યોજાનાર ભવ્યાતિભવ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા અંતર્ગત ઝાલોદના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજનની સમીક્ષા તથા આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી.આ બેઠકમાં સનાતન હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા કાર્યકરો, આયોજક મંડળના સભ્યો તેમજ ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.