ઉતરાયણ પર્વ પર એ કાપ્યો છે ની ચીચીયારી સાથે જીવ સુરક્ષિત જરૂરી પગલે આણંદ સાંસદ મિતેષ પટેલ દ્વારા આજે શહેરના ટાઉનહોલ નજીક પસાર થતા વાહનચાલકો ને ગળે સેફ્ટી સુવિધા માસ્ક નું વિતરણ કરી પર્વની ઉજવણી સાથે જીવન સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ,પ્રદેશ મંત્રી નિરવ અમીન,શહેર ભાજપ પ્રમુખ હરીકૃષ્ણ પટેલ સહિત ભાજપના આગેવાનો દ્વારા વાહનચાલકોને સેફ્ટી માસ્ક આપતાં વાહનચાલકો માં જીવ સુરક્ષા ની ભાવના જોવા મળી હતી.