ખાંભા: અનીડા ગામે જુગારની બાતમીઆપવાના વહેમમાં વ્યક્તિ પર હુમલોયુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલે
ખાંભાના અનીડા ગામે જુગારના કેસની બાતમી આપવાના આક્ષેપ સાથે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ હુમલામાં ફરિયાદીને લાકડીના ફટકામારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે પીન્ટુભાઈ બહાદુરભાઈ સાથળીયા (ઉ.વ.૧૯)એ મુન્નાભાઈ ભુરાભાઈ મુંધવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીને એવી શંકા હતી કે તેમણે અગાઉ તેના પર થયેલા જુગારના કેસ અંગે પોલીસને બાતમી આપી હતી. આ વાતનો રાગદ્વેષ રાખીને આરોપીએ તેની પર હુમલોકર્યો હતો.