જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરાએ ગત તારીખ 22ના રોજ પોતાની મિલકત પર વીજ કનેક્શન કપાવવા જતાં ત્રણ શખ્ખોએ તેમને ઘેરી લીધા હતા. ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ માંડ માંડ જીવ બચાવી ત્યાંથી ભાગવું પડ્યું હતું. સમગ્ર મામલે કેશોદ પોલીસ મથકે ગોવિંદ ડાંગર સહિત ત્રણ શખ્ખો સામે ગુનો નોંધાયો છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે