કેશોદ: શેરગઢ ગામે મજૂરી કરવા આવેલા પરિવારની માસૂમ અઢી વર્ષની બાળકી પાણીના કુંડામાં ડૂબી જતાં કમકમાટીભર્યુ.
કેશોદ તાલુકાના શેરગઢ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે,જેણે આખા વિસ્તારના વાલીઓને ચેતવણી આપી છે. કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી રોજીરોટી કમાવવા આવેલા એક શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરી રમતા રમતા પાણીના કુંડામાં ડૂબી જતાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.