સુરત સહિત જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન અંગે તત્કાલીન વન પર્યાવરણ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે.તેઓએ જણાવ્યું કે,પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટા પાયે નુકસાન થયું છે.શેરડીના વાવેતરમાં પણ ખૂબ મોટાપાયે નુકસાની છે.ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે.મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓને સૂચના આપી છે.