ચીખલી તાલુકાના આમધરા ગામની નાની તથા મોટી કોળીવાડની આંગણવાડીઓના જર્જરિત મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષ સુધી નવા મકાનનું નિર્માણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મકાન વિહોણી બની ગયેલી આંગણવાડીમાં નાના ભૂલકાઓને હાલ ખાનગી મકાનના ઓટલા પર બેસાડીને પાપા પગલી ભણાવી પાયાના શિક્ષણનું સિંચન કરાવાની કેળવણી આપવાની નોબત આવી છે.