મોરબી: મોરબીના મણી મંદીર પાસે બે વર્ષના કાનૂની વિવાદ બાદ વિવાદિત ગેરકાયદે દરગાહ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાઇ...
Morvi, Morbi | Dec 2, 2025 મોરબીમાં છેલ્લા બે વર્ષથી કાનૂની વિવાદમાં રહેલી ગેરકાયદેસર દરગાહને આજે તોડી પાડવામાં આવી છે. આ દરગાહ શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત મણિ મંદિર પાસે આવેલી હતી જેમાં લાંબા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી બાદ તંત્ર દ્વારા દરગાહની કાયદેસરતા (વૈધતા) અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરી તોડી પાડવામાં આવી છે.