સુરત જિલ્લામાં ત્રણ વર્ષથી ભૂસ્તરશાસ્ત્રીની કાયમી ભરતી ન થતાં ફરિયાદોની તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે અધિક મુખ્ય સચિવ અનેં કમિશનરને શનિવારે લેખિતમાં રજુઆત કરી છે.સુરત જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રી ની કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ભૂસ્તરશાસ્ત્રીની કાયમી ભરતી થઈ નથી.જેના કારણે ઉદ્ભવતી સમસ્યાઓ,ફરિયાદોની તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.માટી-રેતી જેવા ખનીજોની ચોરીથી સરકારને રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે.