સુઈગામ: વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ..
વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પરિવાર અને ગામોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્વરૂપજી ઠાકોરના વતન બીયોકમાં ગ્રામજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો.સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પિતા સરદારજી ઠાકોરે ખુશી વ્યક્ત કરી હતી..