તામિલનાડુ કોઇમ્બતુર ના સિનિયર સિટીઝનને આરટીઓ ચલણ apk ફાઈલ મોકલી સાયબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા મોબાઈલ હેક કરી લેવામાં આવ્યો હતો. જે બાદ ટુકડે ટુકડે સિનિયર સિટીઝનના બેન્ક એકાઉન્ટમાં રહેલી રૂપિયા 16.49 લાખની એફડી ના નાના ટુકડે.ટુકડે કરી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.જે અંગેનો ગુનો કોઇમ્બતુર સીટી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે દસ લોકોની ગેંગને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.