ગાંધીધામ મનપા દ્વારા નિર્મિત પાર્કિંગ પ્લોટ-2નું લોકાર્પણ આજે સવારે 10 કલાકે ચાવલા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મનપા કમિશનરના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ અને વેપારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના આ પગલાથી ચાવલા ચોક વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાં રાહત મળશે.