વિસનગર: ભાન્ડુ નજીક ઘનશ્યામ ટ્રાવેલ્સ બસની ટ્રકને ટક્કર, સુરતની મહિલા મુસાફર ગંભીર રીતે ઘાયલ
વિસનગર નજીક ભાન્ડુ ગામ પાસે હાઇવે રોડ પર ડાયવર્ઝન કટ પર ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ઝડપ અને ગફલતભરી રીતે ચલાવવામાં આવી રહેલી ટ્રાવેલ્સની બસે આગળ જઈ રહેલા ટ્રકને પાછળથી ટક્કર મારતા બસમાં સવાર એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે મહિલાએ ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.