પ્રધાનમંત્રી માઇક્રોફૂડ પ્રોસેસિંગ (પીએમએફએમઈ) યોજના અંતર્ગત કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જિલ્લામાં વિવિધ ઘટકના કુલ ૦૬ લાભાર્થીઓને યોજનાકીય પ્રોજેક્ટ શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી.નાયબ કલેકટર જમીન સુધારણા અને અપીલ, શ્રી એચ.કે. ગઢવીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે પ્રધાનમંત્રી માઇક્રોફૂડ પ્રોસેસિંગ (પીએમએફએમઈ) યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ.