ભારતમાં ૧૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે, તેના ભાગ રૂપે, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના એઆઈસી આણંદ ફાઉન્ડેશન ખાતે દર વર્ષે ‘સ્ટાર્ટઅપ આણંદ વીક’ યોજાય છે. જેમાં રાજ્યના યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.