મંગળવારે રાત્રિના બે વાગ્યાના સમયે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલી મેલ ઉપર ધમકી ભર્યો મેલ આવ્યો હતો.જેમાં rdx થી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.જે મેલ મળતાંની સાથે સુરત પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી.જે બાદ મોડી રાતે જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જે વહેલી સવારે પણ કોર્ટ બિલ્ડીંગ અને પરિસરમાં ઉમરા પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી.કોર્ટમાં વકીલો,પક્ષકારો,સ્ટાફના પ્રવેશ બંધ કરી દેવાયો હતો.